PTN News

Trending

Indonesia માં જ્વાળામુખી ફાટ્યો, 30 કિલોમીટર સુધી ધુમાડાના વાદળ છવાયા

Indonesia

Indonesia

ઇન્ડોનેશિયા (Indonesia)માં મોટો જ્વાળામુખી ફાટ્યો છે. આ જ્વાળામુખીને કારણે અંદાજે 2 કિલોમીટરની ઉંચાઇ સુધી ધુમાડાના વાદળ છવાઈ ગયા છે. જેના કારણે ઇન્ડોનેશિયાની સરકારે ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે. જ્વાળામુખી વિસ્ફોટના પગલે તમામ યાત્રી વિમાનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ જ્વાળામુખી વિસ્ફોટથી નિકળેલી રાખ 30 કિલોમીટર સુધી પહોંચી છે.  

ઇન્ડોનેશિયા (Indonesia)ના અધિકારીઓએ પર્યટકો અને સ્થાનિક લોકોને વિસ્ફોટ વાળા વિસ્તારથી 3 કિલોમીટર સુધી દૂર રહેવાની ચેતવણી આપી છે. જાણકારી મુજબ શનિવાર રાતથી જ જ્વાળામુખીમાંથી રાખ અને લાવા નિકળવાનું શરુ થયું હતું. જ્વાળામુખીમાંથી નિકળતી રાખના કારણે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે.

આ પણ જુઓ : Covid19 Mask : ઈઝરાયલ બનાવી રહ્યું છે વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક, જાણો કિંમત

પ્રશાસને સ્થાનિક લોકોને માસ્ક અને અન્ય બચાવની સામગ્રી પહોંચતી કરી છે. આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે 5 કિલોમીટર દૂર સુધી જ્વાળામુખી વિસ્ફોટના અવાજ સંભાળાયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે આ જ્વાળામુખી વિસ્ફોટના કારણે આસપાસના ચાર જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. 

આ પણ જુઓ : PMO એ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું

શક્યતા જણાવવામાં આવી છે કે આ જ્વાળામુખી હજુ પણ વધારે રાખ ઓકશે.  

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *