PTN News

Trending

United States એ મેડિકલ ક્ષેત્રે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગત

United States

United States

  • ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને લઇ રોષે ભરાયા છે. ટ્રમ્પે મેડિકલ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે.
  • ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમેરિકા (United States) ચીન અને અન્ય વિદેશી દેશો પરની દવાઓ અને અન્ય ચિકિત્સા સંબંધી પુરવઠા માટેની પોતાની નિર્ભરતા સમાપ્ત કરી દેશે.’
  • અમેરિકાએ આ માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પણ બહાર પાડ્યા છે.
  • આ આદેશમાં લખવામાં આવ્યું છે કે, ‘અમેરિકી એજન્સીઓ હવે અમેરિકી સ્ત્રોત પાસેથી દવાઓ ખરીદે. સાથે જ આગામી ચાર વર્ષોમાં અમેરિકા (United States) ચીન અને અન્ય દેશો પરની દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ માટેની નિર્ભરતા સમાપ્ત કરી દેશે.’
  • વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે, ચીને કોરોના વાયરસ ફેલાવીને અમેરિકા અને વિશ્વને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
  • ટ્રમ્પે કહ્યું, ભલે ચીનની અક્ષમતા હોય કે ઉદ્દેશ્ય પણ કોરોના વાયરસ એક ભયાનક મહામારી છે જે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઘાતક છે.
  • એટલું જ નહીં, ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ચીને અમેરિકા અને વિશ્વમાં ઘાતક કોરોના વાયરસ ફેલાવવાની કિંમત ચુકવવી પડશે. 
  • ચીન પર આર્થિક હુમલો કરતા ટ્રમ્પે જણાવ્યું કે, ‘આગામી 4 વર્ષો સુધીમાં અમે અમારી દવા અને ચિકિત્સા સંબંધી જરૂરિયાતો પોતાના દેશમાંથી જ પૂરી કરવા લાગીશું તથા અમે ચીન અને અન્ય દેશો પરની નિર્ભરતા સમાપ્ત કરી દઈશું.’
  • ઉપરાંત તેમણે કહ્યું ,’આ નિર્ભરતાને સમાપ્ત કરવા માટે અમેરિકી સરકારી એજન્સીઓ અમેરિકી સ્ત્રોતો પાસેથી જ તમામ જરૂરી દવાઓ ખરીદે તેવો આદેશ આપવામાં આવ્યો છે.’
  • ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમે ચીન અને સમગ્ર વિશ્વના અન્ય દેશો પર વિશ્વાસ ન મુકી શકીએ જે એક દિવસ અમને જરૂર હોય ત્યારે વસ્તુઓથી વંચિત કરી શકે. અમારે સ્માર્ટ બનવું પડશે.’
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *