PTN News

Trending

US એ કર્યું ભારતનું સમર્થન, અમેરિકા યોગ્ય જગ્યાએ સૈનિકોની તૈનાત કરશે.

US

US

  • અમેરિકા(US)ના વિદેશ મંત્રી માઈક પોમ્પેએ કહ્યું કે, ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સામે વધી રહેલા ચીનના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા(US) યુરોપમાં તૈનાત પોતાના સૈનિકોની તૈનાતી ઘટાડીને તેમને યોગ્ય જગ્યાઓએ તૈનાત કરવા જઈ રહ્યું છે. 
  • પોમ્પેએ કહ્યું હતુ કે ચાઇનાની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના પગલા બતાવે છે કે ભારતની સામે પડકાર, વિયેટનામ સામેનો ખતરો, મલેશિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું પડકાર છે.
  • આ કારણે તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે આ પડકારોનો સામનો કરવા માટે અમેરિકી સેના યોગ્ય રૂપે તૈનાત રહે. 
  • એશિયામાં હિંદ મહાસાગર ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને ફિલિપિન્સમાં અમેરિકી સૈન્યનું મથક છે.
  • ગલવાન ઘાટીમાં ચીન અને ભારત વચ્ચે હિંસક અથડામણ બાદ પોમ્પિયોએ ગત સપ્તાહે ભારત સાથેનો તણાવ વધારવા અને દક્ષિણ ચીની સાગરના લશ્કરીકરણ માટે ચીની સેનાને બિનજવાબદાર ગણાવી તેની ટીકા કરી હતી. 
  • પોમ્પેએ કહ્યું હતું, “પીએલએ જે વિશ્વની સૌથી મોટો લોકશાહી છે ભારત સાથે સરહદ વિવાદ વધાર્યો છે. જો કે દક્ષિણ ચીન સમુદ્રમાં લશ્કરીકરણ કરી રહ્યું છે. ત્યાં ગેરકાયદેસર રીતે કબજો મેળવે છે અને મહત્વપૂર્ણ દરિયાઇ માર્ગે પર ખતરો વધારી રહ્યું છે.
  • પોમ્પેએ કહ્યું કે અમે ખાતરી કરવા જઈ રહ્યા છીએ કે અમારી તૈનાતી એવી હોય કે અમે પીએલએ સાથે સ્પર્ધા કરી શકીએ.
  • તેમણે કહ્યું કે અમને લાગે છે કે આ આપણા સમયનો પડકાર છે અને અમે તેની સાથે વ્યવહાર કરવા માટે તમામ સંસાધનો ઉપલબ્ધ રાખવાનો પ્રયત્ન કરીશું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *