PTN News

Trending

England માં ગાંધીજીના ચશ્માની હરાજી થશે, જાણો અંદાજે કેટલા રૂપિયામાં વેચાશે આ ચશ્મા

England

England : Gandhiji’s spectacles

મહાત્મા ગાંધીજી સોનેરી ફ્રેેમના ચશ્મા તેમને 1900 ના દાયકામાં ભેટમાં મળેલા. તેમણે પહેરેલા આ ચશ્માની બ્રિટન (England)માં હરાજીમાં મુકવામાં અવાના છે. નીલામ ઘરના અધિકારીએ કહ્યું હતું આ ચશ્મા આશરે રૂપિયા 14 લાખમાં વેચાશે.

દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં હનહામમાં ઇસ્ટ બ્રિસ્ટલ ઓકશને આજે કહ્યું હતું કે આ ચશ્મા મેળવી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ ચશ્મા તેમના લેટર બોક્સમાં એક પરબીડિયામાં મળ્યા હતા. આ ચશ્માનો ભવ્ય ઇતિહાસ છે તેની તેમને જાણ જ નહતી.

આ પણ જુઓ : PM-કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂ. 17 હજાર કરોડ જમા

હરાજી કરનાર એન્ડી સ્ટોવે કહ્યું હતું કે, ‘આ ખુબ જંગી શોધ છે જેનો ઐતિહાસિક મહત્તવ છે. ચશ્મા આપનાર માટે આ ચશ્માનો મૂલ્ય નહતો. તેણે અમને કહ્યું હતું કે જો તમારા કામના ના હોય તો તેને ફેંકી દેજો’. ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે અમે જ્યારે આ ચશ્માના મૂલ્યની વાત કરી ત્યારે તો એ ખુરશીમાંથી લગભગ પડી જ ગયા હતા. આ ખરેખર હરાજીમાં એક મોટી વાત હશે જેનું અમે સપનું જોતા હતા.

આ પણ જુઓ : Covid19 : સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને કોરોના વિષે આપ્યું આ નિવેદન

આ ચશ્માની ઓનલાઇન હરાજીમાં 5 હજાર પાઉન્ડની બોલી અત્યારથી જ લાગી ગઇ છે આ ચશ્મા ઇંગ્લેન્ડ (England)માં એક વયોવૃધ્ધ વ્યક્તિ પાસે હતા જેમને તેમના પિતાએ કહ્યું હતું કે તેઓ 1910 થી 1930ની વચ્ચે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા હતા ત્યારે આ ચશ્મા તેમના કાકાએ તેમને ભેટમાં આપ્યા હતા.

21 ઓગસ્ટના રોજ ‘પેર ઓફ મહાત્મા ગાંધીસ પર્સનલ સ્પેકટેકલ્સ’ નામની હરાજી કરાશે. ભારત સહિતના અનેક દેશોએ આ ચશ્મા ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *