PTN News

Trending

Dubai : પર્યટકો માટે ખુશખબરી, આ તારીખથી જઈ શકશે દુબઈની મુલાકાતે

Dubai

Dubai

  • દુબઇ(Dubai) મીડિયા કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદેશી સહેલાણીઓને 7 જુલાઇથી દુબઇ(Dubai) આવવાની અનુમતિ આપવામાં આવશે.
  • તેમજ 22 જૂનથી રેસીડેન્સી વિઝા ધારક વિદેશી નાગરિક પરત આવી શકશે. 
  • કોરોના વાઇરસ ને કારણે દુબઇના પર્યટકોને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
  • પરંતુ હવે દુબઇ પણ ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે.
  • સરકાર તરફથી યાત્રીઓ માટે પ્રોટોકોલની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. 
  • સરકારે સ્પષ્ટપણે કહ્યું કે દુબઇની યાત્રા કરનારાઓને કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા જાહેર દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે.
  • પ્રવાસીઓને તાજેતરમાં covid-19 નેગેટિવ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અથવા દુબઇ એરપોર્ટ પર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
  • જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેમને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે.
  • એટલુંજ નહિ દુબઇની યાત્રાના 96 કલાક પહેલાં કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.  
  • દુબઇ વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓ પાસે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમો હોવો જોઇએ અને તેમને એક સ્પેશિયલ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમાં તેમની જાણકારી હોય.
  • તે સાથે તેમને એક સ્વાસ્થ્ય સંબંધી ઘોષણાપત્ર પણ ભરવું પડશે.
  • તેમજ જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક નિવાસી 23 જૂનથી વિદેશની યાત્રા કરી શકશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *