Donald Trump એ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો

Donald Trump
- કોરોના કહેર બાદ બધાજ દેશોને ચીન સાથે તણાવ ચાલી રહ્યા છે. તેમજ અન્ય કારણોથી પણ ચીન સાથે વિવાદ ચાલી રહ્યા છે.
- આ સંજોગોમાં ભારતમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર અભિયાન ચાલી રહ્યું છે.
- ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ચીનની એપ ટિકટૉક (TikTok) પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે.
- તેમણે આ એપને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.
- ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટિકટૉક યૂઝર્સના ડેટા ચીનની સરકારને આપે છે.
US President Donald Trump, in letter to US Congressional leaders, says he is banning any transaction starting in 45 days with messenger app WeChat’s owner Tencent: Reuters https://t.co/krkzf2yPlm
— ANI (@ANI) August 7, 2020
- આદેશ મુજબ, અમેરિકા ટિકટૉક ચલાવનારી કંપની બાઇટ ડાન્સની સાથે આગામી 45 દિવસ સુધી કોઈ કારોબાર નહીં કરે.
- એક સપ્તાહ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ટિકટૉક પર પ્રતિબંધ મૂકવાના સંકેત આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અનેક વિકલ્પો અંગે પણ વિચાર કરી રહ્યા છે.
- એટલું જ નહિ ગુરુવારે ટ્રમ્પે ચીનની વધુ એક એપ WeChat ઉપર પણ પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો.
- પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (ચીન)માં કંપનીઓ દ્વારા વિકસિત અને સ્વામિત્વવાળી મોબાઇલ એપ્લિકેશનથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અર્થવ્યવસ્થાને ખતરો ઊભો થાય છે.
- ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે ટિકટૉકના ડેટા દ્વારા ચીન, અમેરિકાના સરકારી કર્મચારીઓને ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિગત જાણકારી એકત્ર કરવાથી બ્લેકમેલ કે કોર્પોરેટ જાસૂસીનો ખતરો રહે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો