PTN News

Trending

Covid19 vaccine : રશિયામાં દુનિયાની પહેલી કોરોનાની રસીનું થશે રજીસ્ટ્રેશન

Covid19 vaccine

Covid19 vaccine

  • કોરોના કહેરથી આખી દુનિયા જંગ લડી રહી છે. તેમજ કોરોના વેક્સિન (Covid19 vaccine)ની રાહ જોઈ રહી છે.
  • ત્યારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું છે કે રશિયાએ બનાવેલી કોરોનાની રસી (Covid19 vaccine) ટ્રાયલમાં સફળ રહી છે. આગામી ઓક્ટોબર મહિનાથી દેશમાં વ્યાપક પ્રમાણમાં કોરોના રસીકરણ કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે.
  • તેમણે જણાવ્યું કે આ રસીકરણના કાર્યક્રમમાં જે ખર્ચ આવશે, તે સરકાર ઉપાડશે.
  • રશિયાના ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યું કે રશિયા 12 ઓગષ્ટના રોજ દુનિયાની પહેલી કોરોના વેક્સિનનું રજીસ્ટ્રેશન કરશે. 
  • ગ્રિદનેવે રશિયાના ઉફા શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે વર્તમાન સમયે કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ ઘણી મહત્વપૂર્ણ છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આ રસી સુરક્ષિત હોય.
  • તેમણે કહ્યું કે સૌથી પહેલા આ રસી ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને આપવામાં આવશે. આ રસી કેટલી સફળ છે તેનું અનુમાન ત્યારે જ લગાવી શકાય, જ્યારે દેશના નાગરિકોમાં કોરોના સામેની રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થશે. 
  • ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને રશિયન રક્ષા મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ રસીને બનાવવામાં આવી છે.
  • રશિયાએ આ પહેલા એવો દાવો કર્યો હતો કે તેમની આ કોરોના વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ થઇ છે.
  • ત્યારબાદ રશિયાએ એવું નિવેદન પણ આપ્યું હતું કે જે લોકોને રસી આપવામાં આવી તેમના શરીરમાં કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *