PTN News

Trending

Covid19 Mask : ઈઝરાયલ બનાવી રહ્યું છે વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક, જાણો કિંમત

Covid19 Mask

Covid19 Mask

કોરોનાની મહામારી પુરા વિશ્વમાં વધી રહી છે. જયારે આ મહામારીને લઇ ઈઝરાયલની ઘરેણાં બનાવતી એક કંપનીએ કરેલા દાવા પ્રમાણે તે કોરોના વાયરસથી બચવા માટે વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક (Covid19 Mask) બનાવી રહી છે. આ માસ્કમાં સોના તેમજ હીરા પણ જડવામાં આવ્યા હશે. આ માસ્કની કિંમત 15 લાખ ડોલર હશે.

આ પણ જુઓ : PMO એ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું

વિશ્વના આ સૌથી મોંઘા માસ્ક (Covid19 Mask)ના ડિઝાઈનર ઈસ્સાક લેવીએ જણાવ્યું કે આ માસ્કમાં 3,600 કાળા અને સફેદ હીરા તથા એન 99 ફિલ્ટર લગાવવામાં આવશે. આ માસ્ક 18 કેરેટ સોનામાંથી બનાવામાં આવશે. એક ગ્રાહકની માંગ પર આ માસ્ક બનાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગ્રાહકની વધુ બે માંગણી એવી હતી કે માસ્ક વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ અને તે વિશ્વમાં સૌથી મોંઘુ હોવું જોઈએ. 

આ પણ જુઓ : England માં ગાંધીજીના ચશ્માની હરાજી થશે, જાણો અંદાજે કેટલા રૂપિયામાં વેચાશે આ ચશ્મા

લેવીએ જણાવ્યું કે, ‘હું ખુશ છું કે માસ્ક દ્વારા આ ખૂબ જ પડકારભર્યા સમયમાં મારા કર્મચારીઓને કામ મળ્યું.’ લેવીએ જણાવ્યું કે, ગ્રાહક અમેરિકામાં વસતો એક ચીની ઉદ્યોગપતિ છે. પરંતુ લેવીએ નામ જાહેર કરવાની મનાઈ કરી હતી.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *