PTN News

Trending

Corona Vaccine : WHOની કોરોના વાયરસ વેક્સિનને લઈને ચેતવણી

Corona Vaccine

Corona Vaccine

કોરોના કહેર હજી પણ વિશ્વમાં યથાવત છે. દિવસે દિવસે કેસ પણ વધી રહ્યા છે. આવા સંજોગોમાં વિશ્વના દેશો કોરોનાની વેક્સિન (Corona Vaccine)શોધવામાં લાગી ગયા છે. ત્યારબાદ કોરોના વાયરસની આ મહામારીમાં દુનિયાને આગામી થોડા મહિનામાં વેક્સિન આવવાની આશા જાગી છે. WHO મુજબ 6 વેક્સિન ત્રીજા ટેસ્ટમાં પહોંચી ગઈ છે. જેનો ત્રીજો એટલે કે મહત્વનો અને મુશ્કિલ પડાવ છે.

આ પણ જુઓ : Covid19 Mask : ઈઝરાયલ બનાવી રહ્યું છે વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક, જાણો કિંમત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ(WHO)એ ચેતવણી જારી કરતા કહ્યું કે, કોરોનાની વેક્સિન (Corona Vaccine) કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે તે કોરોના વાયરસને એક ઝટકામાં ખતમ કરી દેશે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસે કહ્યુ કે, આપણે લાંબો રસ્તો કાપવાનો છે તેથી બધાએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે. 

આ પણ જુઓ : PMO એ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું

અમેરિકાના ડો. એન્થોની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેન્સે કહ્યુ કે, વેક્સિન બનાવવાના દરેક પ્રયાસ એક અંધ પરીક્ષણની જેમ હોય છે. જેનાથી શરૂઆતમાં તો સારા પરિણામો મળે છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી કે અંતિમ તબક્કામાં પણ વેક્સિન પોતાની ટ્રાયલ દરમિયાન સફળ સાબિત થશે. અમે આશા કરીએ કે પ્રથમવારમાં જ અમે તેને સાચી સાબિત કરી શકીએ અને 6 થી 12 મહિનાની અંદર આપણી પાસે એક વેક્સિન હશે. 

તેમજ WHOએ એમ પણ કહ્યું હતું કે, જે 6 વૅક્સિન ત્રીજા ટ્રાયલમાં પહોંચી છે તેની કોઈ ગેરંટી ન આપી શકાય કે તે આ ટ્રાયલમાં સફળ રહેશે જ.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *