Corona vaccine : કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં : WHO

Corona vaccine
- કોરોના વાયરસથી અત્યાર સુધી 7 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
- આ સંજોગોમાં બધા દેશો કોરોના વેક્સીનની શોધમાં લાગી ગયા છે.
- આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે દુનિયાભરમાં 6 વેક્સીન (Corona vaccine)નું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે.
- તે ઉપરાંત WHOનું એવું પણ કહેવું છે કે હાલ એ વાતની કોઈ ગેરંટી નથી આપી શકતા કે આ તમામ વેક્સીન સફળ રહેશે.
- WHOનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં 6 વેક્સીન (Corona vaccine)ના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી 3 વેક્સીન ચીનની છે.
- WHO મુજબ ત્રીજા ચરણમાં મોટી સંખ્યામાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે.આ ચરણમાં એ જાણવામાં આવે છે કે આ વેક્સીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં.
- અમેરિકાની મોડરના કંપનીએ કોરોના વેક્સીન પર સૌથી પહેલા કામ શરૂ કર્યું.
- અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, પહેલા બે ચરણના ક્લિનિકલ ટ્રાયલથી સારા પરિણામ સામે આવ્યા છે.
- આ વેક્સીનનો ત્રીજો પડાવ 27 જુલાઈથી શરૂ થઈ ગયો છે.
- દુનિયાભરમાં હાલ 165 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે.
- જેના અલગ-અલગ ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે.
- WHO મુજબ હાલમાં 26 વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.
- સમગ્ર દુનિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી ઘણી વધુ આશા છે.
- ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ઓકસફર્ડના આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે.
- તેના ક્લિનિકલ ટ્રાયલ અલગ-અલગ દેશોમાં ચાલી રહ્યા છે.
- ભારતની પણ બે વેક્સીનની બાયોટેક અને ઝાયડસ કેડિલાએ હ્યૂમન ટ્રાયલની શરૂઆત કરી દીધી છે.
- ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયો, રેબીઝ, ચિકનગુનિયા, જાપાની ઇનસેલ્ફાઇટિસ, રાટાવાયરસ અને ઝીકા વાયરસ માટે પણ વેક્સીન બનાવી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો