PTN News

Trending

Galwan Valley : પીછેહઠની સહમતી બાદ ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ

Galwan Valley

Galwan Valley

 • ગલવાન ઘાટી(Galwan Valley) માં થયેલ સંઘર્ષ બાદ ભારત અને ચીન બંને પીછેહઠ માટે સહમત થઇ ગયા હતા. પરંતુ હજી પણ ચીનની નીતિ સારી નથી જણાઈ રહી.
 • ગલવાન ઘાટી(Galwan Valley)ના પેટ્રૉલિંગ પૉઇન્ટ 14 પર આ ફરીથી ચીનના ટેન્ટ જોવા મળ્યા છે.
 • એટલુંજ નહિ આ એજ જગ્યા છે જયાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીની ઘટના ઘટી હતી. જેમાં ભારતીય સૌનિકોની હત્યા કરી હતી.
 • આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ બંને દેશો એ પીછેહઠ કરવા સહમત પણ થઇ ગયા હતા.
 • હવે ચીનની હરકતો જોઈ લાગી રહ્યું છે કે તે ફરીથી તેના વાયદામાંથી પલટાઈ ગયું છે.ફરીથી તે દગાબાજી કરી રહ્યું છે.
 • 5 જૂને સંયુક્ત સચિવ સ્તરનો સંવાદ થયો હતો. ત્યારબાદ 6 જૂને બન્ને દેશોની વચ્ચે ચુશૂલમાં સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઇ હતી.
 • ઉપરાંત સોમવારે બન્ને દેશોના કૉર કમાન્ડર્સની મેરાથૉન બેઠક બાદ ડિસએન્ગેજમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 • બુધવારે બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે બેઠક થઇ હતી, આ બેઠકમાં ચીને કહ્યું કે તે ડિસએન્ગેજમેન્ટના પ્લાન પર કામ કરવા માટે સહમત છે. તેને તણાવ ઓછો કરવાના પગલા ભરવા પર સહમતી દર્શાવી હતી.
 • આ સહમતી બાદ પણ આવી જગ્યા પર ફરીથી ટેન્ટ ઉભા કરવા ચીનના કાવતરાને બતાવે છે.
 • દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેન્ટ 16થી 22 જૂનની વચ્ચે ઊભા કરવામાં આવ્યા છે.
 • આ પહેલા વધુ એક કંપની પ્લાનેટ લેબે 16 જૂનની સેટેલાઇઇટ તસવીરો જાહેર કરી હતી. જેમાં હિંસાના બીજા દિવસે જોવા મળ્યું હતું કે અહીં કોઈ એવું સ્ટ્રક્ચર નહોતું.
 • નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એ. એલ. ચવાને આ સેટેલાઇટ તસવીરોને જોયા બાદ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે ચીને અહીં ડિફેન્સિવ પોઝિશન તૈયાર કરી છે.
Galwan Valley
 • એક મીડિયા હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ આંકડાએ ખાતરી આપી છે કે પૂર્વ દૌલત બેગ ઓલ્ડિમાં ચીની મોબિલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.
 • જૂન મહિનામાં ચાઇનીઝ બેઝ નજીક કેમ્પ અને વાહનો જોવા મળ્યા છે. આ બેઝ ચાઈના દ્વારા 2016 પહેલા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ મહિને સેટેલાઇટની છબીઓ બહાર આવી છે કે નવા કેમ્પ અને વાહનો માટે ટ્રેક બનાવવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ટ્રેકિંગ દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે.
 • લશ્કરી ભાષામાં પેટ્રોલિંગ પોઈન્ટ-15, પેટ્રોલિંગ પોઈન્ટ -17, પેટ્રોલિંગ પોઈન્ટ-17-A સહિતના સ્થળોએ ચીને અગાઉ ચોકીઓ બનાવી હતી.
 • ભારતે એ ચોકીઓ ઉખેડી નાખી હતી.પરંતુ હવે ફરીથી ચીને ત્યાં ચોકીનું બાંધકામ શરૂ કરી દીધું છે.
 • ઈન્ડિયન આર્મીના જવાનો જયારે ત્યાં પેટ્રોલિંગ કરવા નીકળે ત્યારે ચીની સેના તેમને અટકાવવાનો અને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરે છે. 
 • આ ચોકીઓ પેંગોેંગ સરોવરથી શરૂ કરીને ઉત્તરમાં છેક દૌલત બેગ ઓલ્ડી સુધી કરવામાં આવી રહી છે.
 • અંદરના ભાગમાં આવેલા સરહદી એરબેઝ પર ચીની વાયુસેનાના ફાઈટર વિમાનો પણ તૈનાત કરી દેવાયા છે.
 • થોડા મહિનાઓ પહેલા જ્યાં અમુક ચીની સૈન્યના તંબુ હતા, ત્યાં હવે પાકા બાંધકામો થઈ રહ્યાં છે. 
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *