PTN News

Trending

China : ‘રશિયાએ સંવેદનશીલ સમયમાં ભારતને હથિયાર ન આપવા જોઈએ’

India

China

  • લદ્દાખમાં સરહદ પર તણાવને ભારતને અન્ય દેશોનું સમર્થન મળતું જોઇ ચીન(China) પરેશાન થઈ રહ્યું છે.
  • ચીન(China)ના સરકારી પ્રચાર અખબાર પીપલ્સ ડેલીએ રશિયાને સલાહ આપી છે કે ‘સંવેદનશીલ’ સમયમાં ભારતને હથિયાર ન આપે.
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ પીપલ્સ ડેઇલીએ ફેસબુક પર ‘સોસાયટી ફોર ઓરિએન્ટલ સ્ટડીઝ ઓફ રશિયા’ નામના ગ્રુપમાં લખ્યું છે કે, ‘નિષ્ણાતો કહે છે કે જો રશિયા ચીન અને ભારતના દિલને પીગળાવા માગે છે, તો ભારતને આવા સંવેદનશીલ સમયમાં હથિયાર ન આપવા જોઈએ. બંને એશિયન શક્તિ રશિયાના નજીકના સાથી છે. ‘
  • પીપલ્સ ડેઇલીએ કહ્યું છે કે, લદાખમાં ભારત અને ચીનવચ્ચેના સંઘર્ષ બાદ તણાવના ચાલતા ભારત 30 લડાકુ વિમાનો ખરીદવા માગે છે, જેમાં મિગ-29 અને 12 સુખોઇ 30MKનો સમાવેશ થાય છે.
  • ભારત માટે મુશ્કેલીઓ વધારી રહેલા ચીન અને પાકિસ્તાન બંને પાસેના અદ્યતન શસ્ત્રો છે. તેથી ભારતે પોતાનો ભંડાર વધારવાનો નિર્ણય કર્યો છે અને 5 અબજ ડોલર એટલે કે 40,000 કરોડ રુપિયામાં એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400ની ડિલ કરી છે.
  • પીપલ્સ ડેઇલીથી પહેલાં ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ખુલ્લે આમ ચેતવણી અપાતા લખ્યું હતું કે 1962ના યુદ્ધમાં યુએસ અને રશિયા ભારત આવ્યા હતા, પરંતુ ચીને કોઈની પણ પરવા નહોતી કરી અને ભારતને ત્યાંથી ભગાડ્યું હતું.
  • ગ્લોબલ ટાઇમ્સે વધુમાં લખ્યું છે કે જો ભારત એકપક્ષીય સરહદ વ્યવસ્થાપન મિકેનિઝમનું ઉલ્લંઘન કરે છે તો ચીનને પણ જોરદાર જવાબ આપવો પડશે. કોઇની મદદ ભારતને કામ આવશે નહીં.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *