PTN News

Trending

Chin એ અમેરિકાથી આવનારા લોકોના વિઝા પર પ્રતિબંધનો કર્યો નિર્ણય.

Chin

Chin

  • ચીને(Chin) પણ અમેરિકાથી આવનારા લોકોના વિઝા પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય કર્યો છે.
  • ચીન(Chin)ના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે કહ્યુ કે ચીને અમેરિકાના કર્મચારીઓ પર વિઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
  • ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ કે અમેરિકા તરફથી હોંગકોંગ સંબંધિત મુદ્દા પર ખરાબ વર્તન કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
  • અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચીની અધિકારીના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
  • અમેરિકા હવે હોંગકોંગની સ્વતંત્રતા જોખમમાં મૂકનારા ચીની સરકારના અધિકારીઓને એન્ટ્રી અપાશે નહીં.
  • એમાં અત્યારે કાર્યરત અિધકારીઓ ઉપરાંત પૂર્વ અિધકારીઓનો પણ સમાવેશ થાય છે.
  • ચીની સરકારના ઈશારે હોંગકોંગમાં વિવિધ બિલ પસાર કરીને લોકોની સ્વતંત્રતા જોખમમાં મૂકી દેવામાં આવી છે.
  • ચીન પ્રેરિત હોંગકોંગ કોંગ્રેસે એવું બિલ પસાર કર્યું હતું કે હોંગકોંગમાં ચીનનો વિરોધ કરનારને આતંકવાદી જાહેર કરાશે. એ પછી અમેરિકાએ એ બિલ પાછળ અને હોંગકોંગની વર્તમાન સ્થિતિ પાછળ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભર્યા છે. 
  • અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે હું એવા તમામ ચીની સરકારના અધિકારીઓ સામે પગલાં ભરી રહ્યો છું કે જે હોંગકોંગની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે.
  • આ પણ જુઓ : Rajasthan : કોટા શહેરમાં જ્યૂસ પીને 9 લોકોને થયો કોરોના
  • Andaman Nicobar માં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.
  • પોમ્પિયોએ વિઝા પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું હતુ કે અત્યારે કાર્યરત અને હોંગકોંગ મુદ્દે અગાઉ કામ કરીને નિવૃત્ત થયેલા તમામ અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
  • અમેરિકાના આ નિર્ણય પર ચીને મોટી પ્રતિક્રિયા જારી કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *