PTN News

Trending

Cricket : આજથી ક્રિકેટના નવા યુગની શરૂઆત,આ ફેરફારો સાથે રમાશે મેચ

Cricket
 • કોરોનાની મહામારી વચ્ચે બુધવારથી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (Cricket)ની વાપસી થશે.
 • આ મેચ દરમિયાન મેદાન પર ખેલાડીઓમાં જોશ ભરનારા દર્શકો હશે નહીં તેમજ ખેલાડીઓ ગળે મળી શકશે નહીં.
 • સપ્તાહમાં બે વાર કોરોનાની તપાસ થશે અને ખેલાડી હોટલથી બહાર જઈ શકશે નહીં.
 • આ મેચ સાઉથેમ્પટનમાં ભારતીય સમય અનુસાર 3.30 કલાકથી રમાશે. 
 • એઝિયાસ બાઉલ પર રમાનારી મેચ માત્ર ક્રિકેટ (Cricket) જ નહીં, અલગ કારણોથી પણ આ રમત ઈતિહાસના પાનામાં નોંધાશે.
 • કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલી આ મેચ વારંવાર કોરોના વાયરસના ટેસ્ટ વચ્ચે, સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરતા રમાશે.
 • કોરોના કહેર દરમિયાન આયોજિત આ મેચમાં મેદાનમાં કેટલાક ફેરફાર જોવા મળશે.
 • જેમાં માત્ર બંન્ને કેપ્ટન બેન સ્ટોક્સ-જેસન હોલ્ડર તથા મેચ રેફરી ક્રિસ બ્રોડ ટોસ માટે બહાર જશે.
 • તેમજ ટોસમાં કોઈ કેમેરો હશે નહીં અને ન કોઈ હેન્ડશેક થશે.
 • અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબોરો પોતાનો બોલ લઈને આવશે.
 • મેચ દરમિયાન સેનેટાઇઝેશન બ્રેક પણ હશે. 
 • કોઈ બોલ બોય નહીં હોય, અને ગ્રાઉન્ડ સ્ટાફ  મેદાન પર ખેલાડીઓના 20 મીટરના વર્તુળમાં જશે નહીં. 
 • ખેલાડી ગ્લવ્સ, શર્ટ, પાણીની બોટલ, બે કે સ્વેટર કોઈને આપશે નહીં.
 • સ્કોરર પેન અને પેન્સિલ એકબીજાને આપશે નહીં.
 • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પહેલા જ બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે ચેતવણી બાદ પાંચ રનની પેનલ્ટી લાગશે. 

 • ‘ધ ટેલીગ્રાફે’ ઈસીબીના ઇવેન્ટ્સ ડાયરેક્ટર સ્ટીવ એલવર્દીના હવાલાથી લખ્યુ છે કે જો બોલ છ રન માટે સ્ટેન્ડમાં જાય છે તો, ગ્લબ્સ પહેરેલા ટીમ સ્ક્વોડના ખેલાડી તેને પરત કરશે, કોઈ અન્યને બોલ અડવાની મંજૂરી રહેશે નહીં. 
 • સ્ટોક્સે કહ્યુ કે, ચાર મહિનાથી લાઇવ ક્રિકેટ જોવા માટે રાહ જોઈ રહેલા ટીવી દર્શકોને મનોરંજનની ભેટ આપવાની બંન્ને ટીમોની જવાબદારી હશે. 
 • મંગળવારે ઈંગ્લેન્ડના કાર્યકારી કેપ્ટન બેન સ્ટોક્સે પત્રકાર પરિષદમાં કહ્યું, તેમાં એક પણ ભૂલ થવા પર ખુબ મોટી થઈ જશે. તેનાથી રમતની વાપસી પર અસર પડશે.
 • બંન્ને ટીમ મેચ દરમિયાન, બ્લેક લાઇવ્સ મેટરના લોગો પોતાની ટી-શર્ટના કોલર પર લગાવશે. વિન્ડીઝની ટીમ જૂનથી અહીં છે અને ખેલાડી પહેલા માન્ચેસ્ટરમાં ક્વોરેન્ટીન હતા. 
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *