Uttarakhand માં રૂદ્રપ્રયાગના ગામમાં વાદળ ફાટતાં તબાહીના દ્રશ્યો

Uttarakhand
રવિવારે મોદી રાત્રે ઉત્તરાખંડ (Uttarakhand)ના આંતરિયાળ એવા સિરવાડી બાંગરમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. જેના કારણે અનેક લોકોના ઘરોમાં કાટમાળ ધસી ગયો હતો. તેમજ ખેતરો, રસ્તા વગેરે સંપૂર્ણપણે ચોપટ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ વહીવટી અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા.
આ પણ જુઓ : Scenes of a cloudburst in the village of Rudraprayag in Uttarakhand
વાદળ ફાટવાને કારણે ભારે મોટા પથ્થરો અને કાટમાળ વગેરે લોકોના ઘર પર ધસી પડ્યા છે. ગામના લોકોએ રાતે જ પોતાના ઘરો ખાલી કરી દીધા હતા અને પહાડો પરથી જે પથ્થરો વગેરે ધસી આવ્યું છે તેના કારણે લોકોના ઘરો અને ગૌશાળાને નુકસાન પહોંચ્યું છે. ગામના રસ્તાઓ વચ્ચે મોટાવ મોટા પથ્થરો પડ્યા છે. તેમજ પગદંડીઓનું તો નામ નિશાન નથી બચ્યું.
આ પણ જુઓ : PM-કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂ. 17 હજાર કરોડ જમા
ઉપરાંત આ ઘટનાથી ઉત્તરાખંડ (Uttarakhand)માં ગામને જોડતો ગોરપા-સિરવાડી મોટરમાર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે જેથી તે વિસ્તારના હજારો લોકો ઘરમાં ફસાઈ ગયા છે. સિરવાડી ગામથી થોડે આગળ મોટરમાર્ગ પર આવેલો પુલ પણ વરસાદમાં નાશ પામ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો