PMO એ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું

PMO : Submarine Optical Fibre Cable
પીએમ મોદી (PMO)એ સોમવારે ચેન્નાઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ (Submarine Optical Fibre Cable)નું ઉદ્ધાટન કર્યું. આ ફાઇબર કેબલ ચેન્નઇથી પોર્ટ બ્લેર સુધી સમુદ્રની અંદર પાથરવામાં આવી છે. જેની લંબાઈ 2,300 કિમી છે. જેનો ખર્ચ 1224 કરોડ રૂપિયા આવ્યો છે. જેની મદદથી આંદામાનમાં હવે ઇન્ટરનેટની સ્પીડ ઘણી વધી જશે. 2018માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો.
Today, 10th August is a special day for my sisters and brothers of Andaman and Nicobar Islands. At 10:30 this morning, the submarine Optical Fibre Cable (OFC) connecting Chennai and Port Blair will be inaugurated.https://t.co/lJGVG3VAmJ
— Narendra Modi (@narendramodi) August 10, 2020
પીએમ મોદી (PMO)એ આ અવસરે કહ્યું કે, આ પ્રોજેક્ટથી આંદામાનના લોકોને ઇઝ ઓફ લિવિંગની સુવિધા મળશે. સાથોસાથ ડિજિટલ ઈન્ડિયાના તમામ લાભ મળશે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી OFCનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, લગભગ દોઢ વર્ષમાં તેનું કામ પૂરું કરી લેવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પહેલા અહીંના લોકો માટે આ ઉપહાર છે.
આ પણ જુઓ : Covid19 : સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને કોરોના વિષે આપ્યું આ નિવેદન
आने वाले समय में अंडमान निकोबार, पोर्ट लेड डेवलपमेंट के हब के रूप में विकसित होने वाला है। अंडमान निकोबार दुनिया के कई पोर्टस से बहुत कॉम्पिटिटिव डिस्टेंस पर स्थित है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/nFxMSjPNVV
— ANI_HindiNews (@AHindinews) August 10, 2020
પીએમ મોદીએ કહ્યું કે, કેબલને પાથરવા અને તેની ગુણવત્તા સાચવવાનું કામ ખુબજ મુશ્કેલ છે. જેથી સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો, વર્ષોથી તેની જરૂરિયાત હતી પરંતુ કામ નહોતું થઈ શક્યું.
આ પણ જુઓ : England માં ગાંધીજીના ચશ્માની હરાજી થશે, જાણો અંદાજે કેટલા રૂપિયામાં વેચાશે આ ચશ્મા
પીએમ મોદીએ કહ્યું કે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોય તો ટૂરિસ્ટ વધુ સમય સુધી ત્યાં રોકાઈ શકશે, જેના કારણે રોજગારના અનેક અવસરો ઊભા થશે. તેમણે કહ્યું કે આ એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ આંદામાનની ભૂમિકા વધુ છે અને આગળ પણ વધશે. સરકાર તરફથી આઇલેન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના હેઠળ ઝડપથી પ્રોજેક્ટને પૂરા કરવામાં આવી રહ્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો