PTN News

Trending

PM Modi આજે ‘આત્મનિર્ભર યુપી રોજગાર અભિયાન’ ની કરશે શરૂઆત

PM Modi

PM Modi

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) આજે સવારે 11 વાગે ઉત્તર પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનની શરૂઆત કરશે.
  • આ આત્મનિર્ભર અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશમાં એક કરોડ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સાથે એક કરોડ લોકોને રોજગાર આપીને એક નવો રેકોર્ડ બનાવશે.
  • માહિતી મુજબ યોજનાના શુભારંભ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) પ્રદેશના છ જિલ્લાના ગ્રામીણો સાથે સંવાદ કરશે.
  • આ જિલ્લાઓના લોકો કોમન સર્વિસ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે વાત કરશે. 
  • માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓ આ યોજનાના વર્ચ્યુઅલ ઉદ્ધાટનમાં સામેલ થશે.
  • આ અભિયાનનો હેતુ લોકડાઉન દરમિયાન બહારથી પાછા ફરેલા કામદારોને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો છે.
  • તેજ લોકલ સ્તર પર વેપારધંધાને પ્રોત્સાહન આપવાનો અને ઔદ્યોગિક સંગઠનોને એકસાથે જોડવાનો છે. 
  • લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશમાં 30 લાખથી વધુ પ્રવાસી મજૂરો પાછા ફર્યા છે.
  • પ્રદેશના ફક્ત 31 જિલ્લામાં જ 25 હજારથી વધુ પ્રવાસી કામદારો હાજર છે.
  • આ સંજોગોમાં કામદારો માટે યોગી સરકારે રોજગારની વ્યવસ્થા માટે આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. 
  • આ માટે મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રવાસી મજૂરોના આવવાની સાથે જ સ્કિલ મેપિંગનું કામ શરૂ કરી દીધુ હતું.
  • પ્રદેશ સરકાર પાસે 36 લાખથી વધુ પ્રવાસી શ્રમિકોનો પૂરેપૂરો ડેટા બેન્ક મેપિંગ સાથે તૈયાર છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *