kerala plane crash : મૃતકોનો આંકડો 18, મુસાફરોની મદદ માટે 2 સ્પેશિયલ ફ્લાઈટ કોઝિકોડ મોકલાઈ

kerala plane crash
- ગઈ કાલે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયા એક્સપ્રેસની AXB-1344 ફ્લાઈટ દુબઈથી કોઝિકોડ પહોંચી હતી.
- કોઝિકોડના કરિપુર હવાઇ અડ્ડા પર એર ઇન્ડિયાનું વિમાન ઉતરતા સમયે રનવે પર ક્રેશ (kerala plane crash) થયું હતું.
- કેરળમાં શુક્રવાર સાંજે બનેલી આ વિમાન દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 18 થઈ ગયો છે. જેમા બન્ને પાયલટ પણ સામેલ છે.
- આ વિમાન દુર્ઘટના શુક્રવાર સાંજે 7.41 વાગ્યે બની હતી.
- ભારે વરસાદ દરમિયાન ફ્લાઈટ એરપોર્ટના રનવે નંબર 10 પર લેન્ડ થઈ રહી હતી.
- પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. 2 વખત લેન્ડિંગ ટાળી પણ દેવાયું.
- ત્રીજા પ્રયાસ દરમિયાન ફ્લાઈટ લપસી ગઈ અને રન-વે થી આગળ નીકળી ગઈ. વિમાન 35 ફુટ ઊંડી ખાઈમાં પડી ગયું.
#WATCH Latest visuals from Kozhikode International Airport in Karipur, Kerala where an #AirIndiaExpress flight crash-landed yesterday.
18 people, including two pilots, have lost their lives in the incident. pic.twitter.com/r1YRiIkbrM
— ANI (@ANI) August 8, 2020
- દુર્ઘટનામાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાંડર દીપક વસંત સાઠે અને કો-પાયલટ અખિલેશ કુમારે જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.
- દુબઈમાં ભારતીય દૂતાવાસ શનિવારે ખુલ્લુ રહેશે, જેથી મૃતકોના પરિવાર અને ઘાયલોની મદદ કરી શકાય.
- ત્યારબાદ તપાસ ટીમોને લઈને એક વિમાન દિલ્હીથી, જ્યારે પીડિતો અને તેમના પરિવારોની મદદ માટે એક સ્પેશ્યલ ફ્લાઈટ મુંબઈથી કોઝીકોડ પહોંચી છે.
- ઉપરાંત એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પી. વિજયન પણ ઘટના સ્થળે જઈ રહ્યા છે.
- કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પી વિજયન કરિપુર જશે.
- એરક્રાફ્ટ એક્સીડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)અને ફ્લાઈટ સેફ્ટી ડિપાર્ટમેન્ટ(FSD)ની ટીમ દુર્ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
- વિમાનના ક્રેશ (kerala plane crash) લેન્ડિગમાં 2 પાયલટ સહિત 18 લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ 127 લોકોની સારવાર ચાલી રહી છે.
- વિમાનમાં કુલ 190 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 128 પુરુષ, 46 મહિલાઓ, 10 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ હતા.
- એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કહ્યું, 127 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અન્યને સારવાર બાદ રજા આપી દેવાઈ છે. હું પણ કરિપુર જઈ રહ્યો છું. વિમાનમાં આગ લાગી ગઈ હોત તો અમારું કામ વધારે મુશ્કેલ થઈ ગયું હોત.
- અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેરળમાં બનેલી વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તો સાથે અમારી સંવેદનાઓ છે. અમે દુઃખની આ ઘડીમાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો સાથે છીએ. સાથે જ ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો