PTN News

Trending

Jammu Kashmir : સુરક્ષા જવાનો માટે સ્કૂલોને ખાલી કરવાનો આદેશ જારી

Jammu Kashmir

Jammu Kashmir

  • ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે.
  • ચીનના હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા હતા.
  • આ સંજોગોમાં ભારત દ્વારા વળતો જવાબ આપવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો છે.
  • જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં સરકારે ડિસ્ટ્રિબ્યૂટર્સને બે મહિના માટે એલપીજી સિલિંડરનો સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે જેને પગલે સ્થાનિક લોકોની ચીંતા વધી રહી છે.
  • આ ઉપરાંત સુરક્ષા જવાનો માટે સ્કૂલોને ખાલી કરાવવાનો એક આદેશ જારી કરાયો છે.
  • જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના ઉપ રાજ્યપાલ જી.સી. મુર્મૂએ 23 જૂને એક બેઠક યોજી હતી.
  • ત્યારબાદ જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીર ઘાટીમાં એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ ઓછામાં ઓછા બે મહિના માટે સિલિન્ડરનો સ્ટોક કરી લે કેમ કે ભુસ્ખલનને કારણે રોડ રસ્તા બંધ થઇ જાય તો સપ્લાય પુરવઠો ખોરવાઇ શકે છે. 
  • આ ઉપરાંત ઉપરાજ્યપાલ દ્વારા આદેશ જારી કરાયો છે કે કારગિલથી ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષા જવાનો માટે સ્કૂલોને ખાલી કરાવવામાં આવે.
  • હાલ આ વિસ્તારમાં સૈન્ય જવાનો તૈનાત છે અને તેમના રહેવા માટે કેમ્પ સહિતની સુવિધા છે પણ સ્કૂલોમાં રહેવાની સુવિધાનો આદેશ આપવામાં આવ્યો છે,
  • આ વિસ્તારમાં સૈન્યની સંખ્યામાં વધારો કરી શકાય એવા અહેવાલો છે.
  • પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે સરકારના આ આદેશ બાદ કાશ્મીરમાં એક ભયનો માહોલ સર્જાયો છે. આ પહેલા જ્યારે પણ સરકાર દ્વારા આવા કોઇ આદેશ સ્થાનિકોને લઇને આપવામાં આવ્યા ત્યારે એક મોટા એક્શનને પણ બાદમાં જોવામાં આવ્યું, જેમ કે પાકિસ્તાને પુલવામા હુમલો કર્યો તે બાદ જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઇક કરાઇ તે પહેલા પણ આ જ પ્રકારના આદેશ ઘાટીમાં આપવામાં આવ્યા હતા.
  • આ પરિસ્થિતિ જોઈ એવી શક્યતાઓ છે કે સરહદે ચીન સાથે ઘર્ષણ વધી શકે છે
  • ચીને પણ સરહદે સૈનિકોને તૈનાત કરી દીધા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *