PTN News

Trending

Covid19 Update : છેલ્લા 24 કલાકમાં દેશમાં આટલા નવા કેસ

Corona Update

Covid19 Update

  • સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Covid19 Update)ના કેસ વધી રહ્યાં છે.
  • છેલ્લા કેટલાક દિવસોથી 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
  • આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 22,752 દર્દીઓ નોંધાયા છે.
  • જ્યારે એક જ દિવસમાં 482 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે.
  • દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 7,42,417 પર પહોંચી છે. જેમાંથી 2,64,944 એક્ટિવ કેસ છે.
  • જ્યારે 4,56,831 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 20,642 દર્દીઓના મૃત્યુ થયા છે. 

  • ભારતમાં છેલ્લા 5 જ દિવસમાં કોરોના વાયરસના કેસ 6 લાખમાંથી 7 લાખ ઉપર પહોંચી ગયા છે.
  • જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતમાં સાજા થનારા દર્દીઓ પ્રતિ દસ લાખની વસ્તીએ સારવાર કરાવી રહેલા દર્દીઓ કરતા વધુ છે.
  • ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસ (Covid19 Update)ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.
  • દુનિયાના અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ એ વાત પર સતત સહમતિ વ્યક્ત કરી કે કોરોના વાયરસનો ચેપ કદાચ હવા દ્વારા પણ ફેલાઈ રહ્યો છે.
  • WHOએ પણ આખરે મંગળવારે સ્વીકાર્યું કે એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી.
  • મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,17,121 પર પહોંચી છે.
  • બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,18,594 પર કોરોના સંક્રમિતોની સંખ્યા પહોંચી છે.
  • દિલ્હીમાં 1,02,831 તેમજ ગુજરાતમાં 37,550 કોરોના સંક્રમિત નોંધાયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે 7 જુલાઈ સુધી ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલની કુલ સંખ્યા 1,04,73,771 છે, જેમાંથી ગઈકાલે 2,62,679 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *