PTN News

Trending

J & K બોર્ડર પર 7 કલાક ફાયરિંગ, 1 નાગરિકનું મોત, 1 ઘાયલ

J & K

J & K

  • જમ્મુ-કાશ્મીર (J & K)ની સરહદ પર હજી પણ પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ છે.
  • જમ્મુ-કાશ્મીર (J & K) પૂંછમાં પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરાયું.
  • આ ફાયરિંગમાં એક નાગરિકનું મોત નીપજ્યું અને એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • પાકિસ્તાને પૂંછ જિલ્લાના બાલાકોટ અને મેંધર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ.
  • જોકે પૂંછના બાલાકોટ તાલુકામાં એક ગામમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને અન્ય એકને ઈજા થઈ હતી.
  • ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને રાજૌરી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
  • આ અગાઉ પણ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) પર હિરાનગર, કઠુઆમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ.
  • મંગળવારે રાત્રે 10:30 થી સાંજના 5 સુધી ભારતીય સરહદ પર ફાયરિંગ કર્યુ હતુ.
  • પાકિસ્તાન 25 ચેનાબ રેન્જર્સે પપ્પૂ ચેક અને જગુવાલ પોસ્ટથી બીએસએફની ચાંદવા અને કોઠા પોસ્ટ્સને નિશાન બનાવ્યા હતા.
  • પાકિસ્તાની સેનાએ આશરે 7 કલાકના ગોળીબારમાં મોર્ટાર અને અન્ય હથિયારોથી શેલ ફાયરિંગ કરીને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
  • સરહદ પર ચાલતા સુરક્ષા ડેમના કામમાં વિક્ષેપ લાવવા માટે પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે.
  • સરહદ સુરક્ષા દળના જવાનોએ પણ પાકિસ્તાની સેનાના આ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો હતો. જો કે, આ ઘર્ષણમાં કોઈ જાનહાનીની હાનિ નોંધાઈ નથી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *