PTN News

Trending

Sameer Sharma ટીવી અભિનેતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

Sameer Sharma

Sameer Sharma

  • કોરોના સંકટ વચ્ચે સેલેબ્રીટીની મૃત્યુંના સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે.
  • આ સંજોગોમાં ટીવી અભિનેતા સમીર શર્મા (Sameer Sharma) એ આત્મહત્યા કર્યાની ઘટના બની છે.
  • સમીર શર્મા( Sameer Sharma) ‘કહાની ઘર ઘર કી’,  ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ સીરિયલમાં કામ કરી ચૂક્યા છે.
  • હાલ તેઓ સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ માં સૌર્યા મહેશ્વરીની ભૂમિકા ભજવી રહ્યાં હતાં.  
  • બુધવારના રોજ 44 વર્ષના સમીર શર્માએ મલાડ પશ્ચિમ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસ ખાઈને આત્મહત્યા કરી લીધી.
  • મલાડ પોલીસના જણાવ્યાં મુજબ સમીરે ફેબ્રુઆરી મહિનામાં આ ફ્લેટ ભાડે લીધો હતો.
  • ચોકીદારે રાતે ડ્યૂટી દરમિયાન સમીર શર્માનું બોડી લટકતું જોયું હતું.
  • આ મામલે પોલીસે જણાવ્યું કે તેમને બોડીની હાલત જોઈને એવી શંકા છે કે અભિનેતાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી હશે. આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને બોડીને હાલ ઓટોપ્સી માટે મોકલી દેવાયું છે. સમીર શર્માનો મૃતદેહ ઘરના રસોડાની સિલિંગ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો. 
  • સમીર શર્માએ ‘કહાની ઘર ઘર કી’, ‘યે રિશ્તે હૈ પ્યાર કે’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘જ્યોતિ’, ‘ગીત હુઈ સબસે પરાઈ’, 2612, ‘દિલ ક્યા ચાહતા હૈ’, વીરાનગલી, ‘વો રહેનેવાલી મહેલો કી’, આયુષ્યમાન ભવ, ઈસ પ્યાર કો ક્યા નામ દુ, એક બાર ફીર જેવી ટીવીની અનેક સીરિયલોમાં કામ કરેલુ છે. 
  • તેમજ તેમણે ફિલ્મમાં પણ કામ કરેલું છે. તેની ડેબ્યુ ફિલ્મ ‘હસી તો ફસી’ હતી.
  • તેઓ ઈત્તેફાક મૂવીમાં પણ જોવા મળ્યા હતાં. સમીરે અનેક એડ અને મોડલિંગ અસાઈમેન્ટ્સ પણ કર્યા હતાં.  
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *