Bollywood અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

Bollywood
કોરોનાનું સંક્રમણ ખુબજ વધી રહ્યું છે. જેમાં ફિલ્મ અને ટીવીના કલાકારો પણ આ બીમારીના ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે બોલિવુડ (Bollywood)અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાતા તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ટેસ્ટ કરતા તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલ સંજય દત્તને નોન કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોકડાઉન સમયથી જ માન્યતા બંને બાળકો શહરાન અને ઈકરા સાથે દુબઈમાં છે જેથી સંજય દત્ત તેના પરિવારથી દૂર છે. તેઓ સોશિયલ મીડિયા પર પરિવાર સાથેની તસવીરો શેર કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી તેમને યાદ કરી રહ્યાં છે. સંજય દત્તની તબિયત બરાબર જણાશે જલ્દી જ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.
આ પણ જુઓ : PMO એ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું
તેમજ કલાકારોમાં બોલિવુડ (Bollywood)અભિનેતા બચ્ચન પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો હતો. જો કે અમિતાભને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તેના થોડા દિવસો બાદ અભિષેકને પણ ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અનુપમ ખેરના પરિવારજનો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.
સંજય દત્તની અનેક ફિલ્મો પેન્ડિંગ છે જેમાં સડક 2, શમશેરા, ભુજ, કેજીએફ, પૃથ્વીરાજ અને તોરબાજ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ડરને પગલે કોઈ ફિલ્મનું શૂટિંગ નથી ચાલી રહ્યું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો